///

ટ્રમ્પે આપી ભારતને ધમકી, જો દવાનો પુરવઠો પુરો નહીં પાડો તો જવાબી કાર્યવાહી થઈ શકે છે

કોરોના વાયરસના કહેરથી બેહાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સંકેત આપી દીધા છે કે જો ભારત હાઈડ્રોક્સીકલોરોક્વીન દવાની નિકાસ પરથી પ્રતિબંધ નહીં હટાવે તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકશે. હાઈડ્રોક્સીકલોરોક્વીનનો ઉપયોગ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં કરાઈ રહ્યો છે.. ઉલ્લેખનીય છે કે પહેલા ટ્રમ્પે વડાપ્રધાન મોદી પાસે આ દવા માટે મદદ માંગી હતી. વ્હાઈટ હાઉસમાં સંવાદદાતાઓ સાથે કરાયેલી વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે- ભારતે અમેરિકાની સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે અને હું સમજું છે કે એ વાતનું કોઈ કારણ નથી કે ભારત અમેરિકાન દવાના ઓર્ડર પરથી પ્રતિબંધ હટાવશે નહીં. ટ્રમ્પે કહ્યું કે મેં ક્યારે સાંભળ્યો નથી કે આ વડાપ્રધાન મોદીનો નિર્ણય હતો, હું જાણું છું કે તેમણે આ દવા માટે બીજા દેશોમાં નિકાસ માટે પ્રતિબંધ મૂક્યો છે.. તેઓ કહ્યું કે- મેં ગઈકાલે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. અમારી વાતચીત ખૂબ સારી રહી અને ભારતે અમેરિકા સાથએ ખૂબ સારો વ્યવહાર કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદીની સાથે કરવામાં આવેલી ટેલીફોનીક વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે- આ દવાને અમેરિકાને આપવા પર વિચાર કરશે. ટ્રમ્પે કહ્યું કે- મને એ વાતનું આશચર્ય નહીં થાય કે આ નિર્ણય અંગે તેમણે મને જણાવવું પડશે. મેં તેમને કહ્યું હતું કે- જો દવા આપવાનો નિર્ણય કરશો તો અમે વખાણ કરીશું પરંતુ જો તેઓ અમેરિકાને દવા નહીં આપે તે ઠીક છે. પરંતુ ચોક્કસ જવાબી કાર્યવાહી થઈ શકે છે અને શું આમ ના થવું જોઈએ?

Leave a Reply

Your email address will not be published.