////

મોટેરા સ્ટેડિયમથી નીકળીને ટ્રમ્પે શું કર્યુ ટવીટ?

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પત્ની મેલેનિયા અને પીએમ નરેન્દ્વ મોદી સાથે આજે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાંથી તેઓ રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતાં. જયાં તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં તમામ નાગરિકો અને પીએમ મોદીને સંબોધિત કર્યા હતાં. તેમજ નરેન્દ્વ મોદીની પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેઓ નમસ્તે ટ્રમ્પ કાર્યકમ પતાવીને આગ્રા જવા માટે નીકળયા હતાં. ટ્રમ્પે નમસ્તે ટ્રમ્પ કાર્યકમ પતાવીને ટવીટરમાં ટવીટ કર્યુ હતું. તેમણે ટવીટ કરીને જણાવ્યું હતુ કે પ્રથમ મહિલા અને હું આ દેશનાં દરેક નાગરિકને એક સંદેશ આપવા માટે દુનિયાના ૮૦૦૦ મિલ દૂર ફરીને અહીંયા આવ્યો છું. અમેરિકા ભારતને પ્રેમ કરે છે. અમેરિકા ભારતનું સમ્માન કરે છે અને અમેરિકાના લોકો હંમેશા ભારતના લોકોનાં સાચા અને નિષ્ઠાવાણ દોસ્ત બનીને રહેશે.ટ્રમ્પનાં આ ટવીટ પરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે કે, તે અમદાવાદની મુલાકાતને લઇને ખુશ છે. અને તેમના માટે થયેલી તૈયારીઓથી સંતુષ્ઠ છે. તેમનુ જે રીતે શાહી સ્વાગત કરવામાં આવ્યુ હતું તેનાંથી તેઓ ભાવુક થઇ ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published.