///

ટ્રમ્પે ગાંધી આશ્રમની વિઝિટ બુકમાં શું લખ્યુ ? જાણો

આજે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે ગાંધી આશ્રમ પહોંચ્યા હતાં. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ટ્રમ્પે વિઝિટ બુકમાં નોંધ કરી હતી અને સ્વ હસ્તે લખ્યુ હતુ કે, ટુ માય ડિઅર ફેન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદી થેન્કયુ ફોર ધીસ વન્ડરફુલ વિઝિટ ટ્રમ્પે વિઝિટ બુકમાં નરેન્દ્વ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવી વિઝિટ બુકમાં આ મુલાકાતને અદભુત ગણાવી હતી.ગાંધી આશ્રમની મુલાકાત લેતા દરેક મહાનુભાવો પોતાની મુલાકાતની અનુભૂતિઓ ગાંધી આશ્રમની વિષિષ્ટ બુકમાં નોંધ કરતા હોય છે. તે નોંધમાં આજે ટ્રમ્પનો પણ આજે સમાવેશ થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published.