//

ટ્રમ્પના પત્ની મેલેનિયાને ગુજરાતની કંઇ ખાસ વસ્તુની અપાશે ભેટ? જાણો

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ગુજરાત પ્રવાસે તેમના પત્ની મેલેનિયા સાથે આવી રહ્યા છે. તેવામાં ગુજરાત તરફથી ટ્રમ્પનાં પત્નીને પાટણના લોકપ્રિય મોંધેરા પટોડા ભેટ સ્વરૂપે આપવામાં આવશે. પાટણની પ્રસિદ્વ સાડી કે જે પટોળા તરીકે ઓળખાય છે. જે વિશ્વભરમાં ફેમસ છે. ગુજરાતીમાં એક પ્રસિદ્વ જુનું ગીત છે કે છેલાજીરે મારે હાટુ પાટણથી પટોડા મોંધા લાવજો. આ લોકપ્રિય ગીત પાટનના પટોળાને લઇને બનાવવામાં આવ્યુ છે. પાટણના પટોળા પહેરવાની ગુજરાતની દરેક સ્ત્રીને ચાહ હોય છે. હવે ટ્રમ્પનાં પત્ની મેલેનિયાને ભેટ સ્વરૂપે પાટણના પટોળા ઉપહારમાં મળવાનાં છે.

જાણો પાટણના પટોળાની ખાસિયતો

૧. પટોળું બનાવવામાં ૬ મહિના જેટલો સમય લાગે છે.
૨. પટોળાને સંપૂર્ણ હાથથી હેન્ડ વર્કથી બનાવવામાં આવે છે.
૩. પટોળાનો કલરમાં કેમિકલ હોતુ નથી.
૪. પટોળાનો કલર વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવે છે.
૫. સિલ્કથી બનેલા પટોળા માત્ર પાટણમાં જ તૈયાર થાય છે.
૬. પટોળામાં કુદરતી વનસ્પતિ કલર હોય છે પટોળુ જુનું થાય કે ફાટી જાય તો પણ તેનો કલર જતો નથી.
૭. પટોળાની કિંમત દોઢ લાખથી લઇને ૬ લાખ સુધીની હોય છે.
૮. પટોળા સાડીને બનાવવામાં મશીનનો કે કમ્યુટરનો પ્રયોગ થતો નથી.
૯. પાટણના પટોળા બનાવવાની કલા ૯૦૦ વર્ષ જુની છે.
૧૦. દુનિયાની એક માત્ર સાડી પટોળુ જ છે કે જેને બનાવ્યા બાદ જ ઉપરથી રંગ લગાવવામાં આવે છે.
૧૧. રંગ લગાવેલા ધાગાને બનાવીને પટોળાની ડીઝાઇન તૈયાર થાય છે.
૧૨. પાટળનું પટોળુ એકજ પરિવાર બનાવે છે.

પાટણના પટોળા જે વિશ્વભરમાં પ્રખ્યાત છે તેની કોઇ ઇન્ડસ્ટ્રી નથી. પાટણમાં ખાલી એકજ પરિવાર છે જે પટોળા બનાવે છે. આ પરિવારને પટોળા બનાવવાનું વારસામાં મળયું છે. આ પરિવાર ૩૦ પેઢીઓથી પટોળા બનાવે છે. આપણે પટોળાના ઇતિહાસની વાત કરીએતો  સોલંકી વંશના રાજા કુમારપાળ મહારાષ્ટ્રનાં જાલનાના ૭૦૦ પટોળા વિવર્સને બોલાવ્યા હતાં. અને પાટણમાં વસવાટ કરીને ઉધોગ ચલાવવા માટે આદેશ કર્યો હતો. તેથી પાટણમાં પટોળાની પરંપરા શરૂ થઇ હતી. ૧૨મી સદીમાં મહારાષ્ટ્રના જાલનામાં જ પટોળા તૈયાર થતાં હતાં. તેનો વારસો ૯૦૦ વર્ષ પહેલા પાટણને મળયો હતો.

Leave a Reply

Your email address will not be published.