/

જગત જમાદાર ટ્રમ્પની સાથે તેના પરિવારના સભ્યો પણ આવશે જાણો કોણ કોણ આવશે ટ્રમ્પની સાથે

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા સાથે ૨૪-૨૫ ફેબ્રુઆરીનાં રોજ ભારતની મહેમાનગતિ માણવા આવી રહ્યા છે. પરંતુ હવે ટ્રમ્પ અને તેમના પત્ની સાથે તેમની દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ ભારત પ્રવાસે આવી રહ્યા છે. ઇવાન્કા ટ્રમ્પનો ભારતનો બીજો પ્રવાસ હશે. આનાં પહેલા ઇવાન્કા ટ્રમ્પ વર્ષ ૨૦૧૭માં હૈદરાબાદમાં ગ્લોબલ બિઝનેસ સમિટી યોજાઇ હતી. જેમાં ભાગ લેવા આવી હતી. પરંતુ હજી સુધી સ્પષ્ટતા થઇ નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની સાથે તેમના દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ ભારત પ્રવાસે આવી રહ્યા છે.

જોકે સંભાવનાઓ રહેલી છે. ઇવાન્કા ટ્રમ્પ પીએમ નરેન્દ્વ મોદીની અનેક વખત પ્રશંસા કરી રહી છે.ઇવાનકા ટ્રમ્પની વાત કરીએ તો એક સફળ બિઝનેશ વુમન છે. તેમજ ફેશન મોર્ડલ પણ રહી ચુકી છે. ઇવાન્કા ટ્રમ્પે ઇકોનોમિકસમાં ગ્રેજયુએશનની ડિગી પ્રાપ્ત કરી છે.મળેલી માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનાં ભારત પ્રવાસમાં તેમના પત્ની, દીકરી ઇવાન્કા, ઇવાન્કાનાં પતિ ઝરેન કુશનેર તેમજ અમેરિકાનું ઉચ્ચ પ્રતિનિધિમંડળ હશે.

એ સિવાય ટ્રમ્પનાં અમેરિકાના બિઝનેશ પ્રતિનિધિઓ રોબર્ટ લાઇથિજર, એનએસએ રોબર્ટ ઓ બ્રાયન, સચિવ સ્ટીવ મનૂચીન, કોમર્સ સચિવ રોસ, બજેટ કાર્યાલયનાં ડાયરેકટર માઇક મુલવાને અને મેનેજમેન્ટનાં સભ્યો સાથે હશે. પરંતુ આ વાતની સત્તાવાર જાહેરાત થઇ નથી. 

Leave a Reply

Your email address will not be published.