/

H-1B Visa પર ટ્રમ્પે કરેલો નિર્ણય અમેરિકાની કોર્ટે ફગાવી દીધો

અમેરિકામાં કામ કરનારા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓક્ટોબરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B Visaમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશે.

કોરોના મહામારીના પગલે આ વર્ષના ઓક્ટોબરમાં અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B Visa કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે આ નિર્ણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે, કોરોનાના કારણે અનેક અમેરિકનોની નોકરી ગઈ તો બહારથી આવનારા લોકોને રોકીને સ્થાનિક લોકોને તે નોકરીઓ આપી શકાય છે. આ દાનતથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા. નવા નિયમો એટલા કડક હતા કે લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને H-1B Visa મળી શકે તેમ નહતા. હવે સત્તા બદલાયા બાદ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાઈ ગયો છે.

મહત્વનું છે કે, અમેરિકાની સરકાર દર વર્ષે બહારથી આવનારા તમામ ક્ષત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે 85 હજાર H-1B Visa બહાર પાડે છે. જેમાં આઈટી પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકામાં હાલ લગભગ 6 લાખ H-1B Visa હોલ્ડર કામ કરી રહ્યા છે. જેમાંથી મોટાભાગના ભારતના છે અને બીજા નંબરે ચીનના વર્કર છે.

કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઈટે H-1B Visa પર ટ્રમ્પના આદેશને રદ કરતા કહ્યું કે, સરકારે આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે લોકોની ગયેલી નોકરીઓના કારણે નિર્ણય લેવાયો તે દલીલ સંપૂર્ણ રીતે ખોટી છે. જસ્ટિસ જેફરીએ કહ્યું કે, કોવિડ 19 એવી મહામારી છે જે કોઈના વશમાં નથી, પરંતુ આ મામલે વધુ સચેત થઈને કાર્યવાહી થઈ શકે તેમ હતી.

Leave a Reply

Your email address will not be published.