////

ટ્રમ્પના પુત્રએ કાશ્મીરને પાકમાં દેખાડ્યું, તો ભારતને ગણાવ્યો બાઈડેનના પ્રભાવવાળો દેશ

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર દ્વારા ભારતનો વિવાદિત નક્શો ટ્વીટ કરવામાં આવ્યો છે. આ ટ્વીટ કરીને ટ્રમ્પના પુત્રએ ટ્રમ્પ સમર્થક અને બાઇડેન સમર્થક દેશોને લાલ અને બ્લૂ રંગમાં દેખાડ્યા છે. જેમાં તેણે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવી દીધો છે. એટલું જ નહીં તેણે ભારતને પણ બાઇડેનના પ્રભાવવાળો દેશ ગણાવ્યો છે.

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનના દિવસે દુનિયાના માનચિત્રને ટ્વીટ કર્યું છે. જેમાં લાલ રંગમાં ટ્રમ્પ સમર્થિત દેશોને દેખાડવામાં આવ્યા છે. જ્યારે બ્લુ રંગમાં બાઇડેનનું સમર્થન કરતા દેશોને દેખાડવામાં આવ્યા છે. તેણે દુનિયાના ચાર દેશોને છોડીને વિશ્વના તમામ દેશોને ટ્રમ્પનું સમર્થન કરનારા ગણાવી દીધા છે. તો ટ્રમ્પ જૂનિયરે જે દેશોને બાઇડેનના સમર્થક ગણાવ્યા છે તેમાં ભારત, ચીન, મેક્સિકો અને લાબેરિયા સામેલ છે.

તો મહત્વું એ છે કે, ટ્રમ્પ જૂનિયરે પાકિસ્તાન, ઈરાન અને રશિયા સુધીને પોતાના સમર્થક દેશ ગણાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, તેમના આ ટ્વીટને લઈને વિવાદ વધી શકે છે. કારણ કે અમેરિકી ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના મતદાતા ટ્રમ્પનું સમર્થન કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની અંતિમ ડીબેટ દરમિયાન ચીન, ભારત અને રશિયા વિશે કહ્યું હતું કે, આ દેશ પોતાની ગંદી હવાઓનું ધ્યાન રાખતા નથી. ગુરૂવારે ટેનેસીના નેશવિલમાં બાઇડન સાથે અંતિમ ડીબેટ દરમિયાન ટ્રમ્પે કહ્યુ હતુ કે, ચીનને જુઓ કેટલું ખરાબ છે. રશિયાને જુઓ. ભારતને જુઓ. ત્યાંની હવા ગંદી છે.

Leave a Reply

Your email address will not be published.