///

ભારે ભૂકંપ બાદ તુર્કી અને ગ્રીસ પર વધુ એક સુનામીનો ખતરો, એલર્ટ જાહેર

તુર્કીના ઇઝમિર રાજ્યને 7.0 તીવ્રતાના ભયાનક ભૂકંપના આંચકાએ હલાવી દીધું. આ ભૂકંપે પછી તુર્કીમાં સુનામી જેવી પરિસ્થિતિ સર્જાવી છે. આ ભૂકંપના ઝટકા પછી ઇઝમિરમાં ઘણી ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે, તેના આંચકા ગ્રીસની રાજધાની એથેન્સ સુધી પણ અનુભવાયા હતા. ત્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીના ઇઝમિર શહેરથી 17 કિલોમીટર દૂરનું નોંધાયું હતું.

તો બીજી બાજુ ભૂકંપના પગલે ઇઝમિર શહેરમાં બિલ્ડીંગો ધરાશાયી થયા બાદ રસ્તા પર કાટમાળનો ઢગલો જમા થઇ ગયો હતો. પરંતુ મુશ્કેલી એ છે કે, તુર્કી અને ગ્રીસમાં ભારે ભૂકંપ બાદ હવે સુનામીનો ખતરો છે, જેના માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ ભૂકંપથી ઇઝમિર શહેરમાં 20થી વધુ બિલ્ડિંગો ધરાશાયી થઇ ચૂકી છે અને રાહત તેમજ બચાવ કાર્ય ચાલુ છે. ઘણા લોકોને કાટમાળ નીચેથી કાઢવામાં આવી રહ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. સાથે જ ભૂકંપના મોટા આંચકા ઇંસ્તાબુલમાં અનુભવાયા હતા, પરંતુ નુકસાનને લઇને હજુ રિપોર્ટ નથી. ઇઝમિર તુર્કીનું સૌથી ખાસ ટૂરિસ્ટ સ્પોટ છે, અહીં 1999માં પણ ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો જીવ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.