/

‘તુસી જા રહે હો, તુસી ના જાઓ..’ ડાઈલોગથી ફેમસ થનાર નાનકડો સરદાર આવ્યો ચર્ચામાં

બોલિવુડમાં વર્ષો પહેલા શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં એક નાનકડો સરદાર બનેલો બાળકલાકાર તે વખતે ખુબ છવાઈ ગયો હતો. આ નાનકડા સરદારની ભૂમિકા ભજવનાર કલાકારનું નામ છે પરઝાન દસ્તુર. ત્યારે હાલમાં પરઝાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પરઝાન આગામી વર્ષે ફેબ્રુઆરીમાં તેની ગર્લફ્રેન્ડ ડેલ્ના શ્રોફ સાથે સાત ફેરા લેવાનો છે. 15 ઓક્ટોબરે પરઝાને ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક પિક્ચર શેર કરીને ડેલ્નાને પ્રપોઝ કર્યું હતું અને ડેલ્નાએ હા પાડી હતી.

‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં ‘તુસી જા રહે હો, તુસી ના જાઓ..’ ડાઈલોગ ખુબ જ ફેમસ ડાઈલોગ બની ગયો હતો. આ ડાઈલોગ ફિલ્મમાં પરઝાનના અવાજમાં હતો. આ ઉપરાંત તેણે ‘હમતુમ’ ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો.

આ ઉપરાંત પરઝાને પિયૂષ ઝાની 2009માં આવેલી ફિલ્મ સિકંદરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત પરઝાને શાહરૂખ ખાન સાથે ફરીથી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, એક બાળકલાકાર તરીકે શાહરૂખ ખાન સાથે કામ કરવાનો અનુભવ એકદમ સારો હતો. તે ભવિષ્યમાં પણ તેમની સાથે કામ કરવા મળે તેવી આશા રાખે છે.

Leave a Reply

Your email address will not be published.