////

વાપીથી ગોવા ડેસ્ટિનેશન વેડિંગમાં ગયેલા 12 લોકો થયા કોરોનાથી સંક્રમિત

દેશમાં મોટા ભાગના લોકો વેકેશનની મજા માણવા માટે ગોવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ત્યારે દેશમાં ડેસ્ટિનેશન વેડિંગને ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે. એવામાં કોરોના કાળ હોવાના કારણે વાપીથી ગોવા ડેસ્ટિનેશન વેડિંગમાં ગયેલા ઉદ્યોગપતિઓ અને મોટા ધંધાર્થી પરિવારના 12 સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. જેને પગલે આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

વાપીના બે પરિવારોએ થોડા સમય પહેલા ગોવા ખાતે ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું હતું. જેમાં બન્ને પરિવારના સભ્યો, સગા-સબંધીઓ તેમજ મિત્ર વર્તુળના લોકો ગોવા લગ્ન માણવા પહોંચ્યા હતા. ગોવા લગ્ન પતાવીને આ લોકોમાંથી 24 લોકોએ ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ત્યારે આ અંગે આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 7 થી 12 માર્ચ દરમિયાન વાપીના બે ઉદ્યોગપતિઓનો પરિવાર ડેસ્ટિનેશન વેડિંગ માટે ગોવા ગયો હતો. જ્યાંથી પરત ફર્યા બાદ આ લોકો બહારથી આવ્યા હોઈ સુરતની ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જેમાં 12 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને સંક્રમિત લોકોને ક્વોરન્ટાઈન કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.