////

ટ્વીટરે સુશીલ મોદીએ કરેલા લાલુપ્રસાદ યાદવના ટ્વિટને હટાવ્યું

બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદી દ્વારા રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવ પર ભાજપના વિધાનસભ્યને લાલચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સાથે જ સુશીલ મોદીએ ટ્વીટમાં એક નંબર જારી કર્યો હતો, ત્યારે હવે ટ્વીટર દ્વારા તેમને હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે ટ્વીટરના જણાવ્યા મુજબ તેમણે આ ટ્વીટમાં નિયમોનો ભંગ કર્યા છે, જેના કારણે આ ટ્વીટને હટાવી દેવામાં આવ્યું છે.

સુશીલ મોદીએ ટ્વીટ કરીને એક નંબર શેર કર્યો હતો, આ નંબરથી રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ રાંચીની જેલમાંથી ફોન કરી રહ્યા હતા અને એનડીએના વિધાનસભ્યોને લાલચ આપી રહ્યા હતા. બિહારમાં થયેલી વિધાનસભા સ્પીકર ચૂંટણીના પહેલા સુશીલ મોદીએ આ દાવો કર્યો હતો. આ સિવાય સુશીલ મોદીએ એક વધુ ટ્વીટ જારી કર્યું હતું, જેમાં તેમણે ઓડિયો જારી કર્યો હતો. સુશીલ મોદીએ ઓડિયો જારી કરતા દાવો કર્યો હતો કે, લાલુપ્રસાદ યાદવે વિધાનસભ્યને સ્પીકરની ચૂંટણીમાં હટાવવા માટે સલાહ આપી હતી અને તેમનું સમર્થન કરવા કહ્યું હતું.

નોંધનીય છે કે, બિહારમાં વિધાનસભા અધ્યક્ષપદની ચૂંટણી થઈ, જેમાં એનડીએના ઉમેદવાર વિજય સિંહાની જીત થઈ હતી. તેના પહેલા સુશીલ મોદીએ આ પ્રકારનો આરોપ લગાવીને હડકંપ મચાવી દીધો હતો. જો કે રાજદએ તેમની વાતનો વિરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.