/

ટ્વીટરે કેન્દ્રીય ગૃહપ્રધાનનો પ્રોફાઇલ ફોટો દૂર કર્યા બાદ ફરીથી લગાવ્યો

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટર પર ગુરૂવારે કેટલીક કલાક માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ટ્વીટર એકાઉન્ટનો પ્રોફાઇલ ફોટો દેખાઇ રહ્યો ન હતો. જે બાદ અનેક લોકોએ તેના સ્ક્રીનશોટ શેર કરવાની શરૂઆત કરી હતી.

અમિત શાહનો પ્રોફાઇલ પિક્ચર ગુરૂવારના દિવસે ક્લિક કરવામાં આવી રહ્યા હતાં. તેના પર એક નોટિસ લખેલી જોવા મળી રહી હતી. જેમાં લખેલું હતું કે, કૉપીરાઇટના રિપોર્ટને લઇને ઇમેજને દૂર કરવામાં આવી છે. જેના અનેક ટ્વીટર યૂઝર્સે સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતાં. ઘણીવાર સુધી તેના ડીપી પર આ લખેલું જોવા મળ્યું હતું.

જે બાદમાં ફરીથી પ્રોફાઇલ પિક્ચર જોવા મળી હતી. પરંતુ તે સ્પષ્ટ થઇ શક્યું ન હતું.

મહત્વનું છે કે અમિત શાહના ટ્વીટર પર બે કરોડ 30 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેઓને વડાપ્રધાન મોદી બાદ કેન્દ્ર સરકારમાં બીજા સૌથી શકિતશાળી વ્યક્તિ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.