///

પ્રદીપસિંહના નિવેદન પર ભાજપના બે દિગ્ગજ નેતા નારાજ

આજે વિધાનસભા ગૃહમાં બજેટની કામગીરી દરમિયાન પ્રદિપસિંહે જાહેરમાં ભાજપનાં ધારાસભ્યોને ભાજપમાં જોડાવા માટે ઓફર કરી હતી. જેનો એક નવો વિવાદ ઉભો થયો છે. તેમણે જમાવ્યુ હતુ કે, રાજયસભાની ચૂંટણી નજીક આવે છે, તમારે આવવું હોય તો આવી શકો છો. આવા વિવાદાસ્પદ નિવેદન પરથી નવો વિવાદ છેડાયો છે.જેમાં ભાજપના ધારાસભ્યો ર્ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નિવેદનથી આકમક મૂડમાં આવી ગયા હતો. તેમજ આમને-સામને એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતો. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંગાણી અને ભાજપના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે આકમક થઇને પ્રદીપસિંહના વિવાદીત નિવેદન પર જવાબો આપી રોષ ઠાલવ્યો હતો.

જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંધાણીએ જણાવ્યુ કે, ચીમનભાઇ શુકલએ એક સમયે પક્ષ પલટા મુદે ઉગ્ર ઉપવાસ કર્યા હતાં. ત્યારબાદ પક્ષ પલટાઓ વિરુદ્વ ચુસ્ત કાયદાઓ બન્યા હતાં. વધુમાં તેમણે જમાવ્યુ કે, હું વ્યકિતગત માનું છું કે પક્ષ પલટાનો કાયદો હોય ત્યારે સત્તાધારી પક્ષએ કાયદા વિરુદ્વ આવુ નિવેદન ન આપવુ જોઇએે. દરેક પાર્ટીએ પક્ષ પલટાના કાયદાને માનવો જોઇએ. કાપડાને ધોળીને પી જવું જોઇએ. ભાજપના બીજા વરિષ્ઠનેતા જય નારાયણ વ્યાસે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, હવે માણસની ક્ષમતા નથી જોવાતી. લાંબા ગાળે સત્યનાશી તરફ જોવાનો રસ્તાનું પ્રયોજન છે. દિલીપ સંધાણીનાં નિવેદન સાથે હું સંપૂરઅમ સહમત છું. પ્રહારો કરતા વધુમાં જયનારાયણ વ્યાસે જણાવ્યુ હતુ કે, બજાર ભાવ પ્રમાણે માણસોન લાવવા જોઇએ. મંત્રી થઇને આવુ નિવેદન કર્યુ હોત તો સારુ હતું. સામાન્ય ધારાસભ્ય કરતા મંત્રીઓએ વધુ નિયમો પાડવાના છે. સરકારમાં બેઠેલા માણસોએ પ્રાથમિક પ્રણાલીને લક્ષમાં રાખીને કહેવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published.