//

બિહારમાં જોવા મળી શકે છે બે ડેપ્યુટી CM

બિહારમાં બે નાયબ મુખ્યપ્રધાન બની શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બંને નાયબ મુખ્યપ્રધાન ભાજપના હશે. જેમાં તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને આ હોદ્દાની જવાબદારી આપી શકાય છે. તારકિશોર પ્રસાદને ભાજપને વિધાનમંડલના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે કટિહારના વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેની સાથે રેણુ દેવી બેતિયાથી ચોથી વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

તારકિશોર પ્રસાદ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સુશીલ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. સુશીલ મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે તારકિશોરજીને ભાજપના વિધાનમંડળના નેતાને સર્વસંમતિથી ચૂંટાઈ આવવા પર અભિનંદન. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે નોનિયા સમાજમાંથી આવનારા બેતિયાથી ચોથી વખત વિધાનસભ્ય બનનારા શ્રીમતી રેણુ દેવી ભાજપના વિધાનસભા મંડળના નાયબ નેતા સર્વસંમતિથી ચૂંટાતા અભિનંદન.

આ ઉપરાંત આવતીકાલે થનારા શપથ ગ્રહણ સમારંભમાં મંત્રીમંડળ ઘણું નાનું હશે. બાદમાં નીતિશકુમાર કેબિનેટનો વિસ્તાર કરવામાં આવશે. અત્યાર સુધી તે ફાઇનલ થયું નથી કે તેમા કોણ-કોણ સામેલ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ કેટલાક નેતાઓનું પ્રઘાન બનવાનું નિશ્ચિત મનાય છે. મંગલ પાંડેનું આ વખતે પ્રધાન બનવું નક્કી છે. તેનું કારણ તેની ગણતરી બિહારમાં પક્ષના અગ્રણી નેતાઓમાં છે. મંગલ પાંડે વિધાનસભા પરિષદના સભ્ય છે અને તે નીતિશકુમારના ઘણા નજીકના છે. તેવામાં તેનું નીતિશ કેબિનેટમાં પ્રધાન બનવું સુનિશ્ચિત લાગી રહ્યું છે.

બીજું નામ પ્રેમકુમારનું છે. ભાજપના નેતા અને ગયામાંથી આઠમી વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રેમકુમાર છેલ્લી સરકારમાં કૃષિ પ્રધાન હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ તેમનું પ્રધાન બનવું પણ લગભગ નક્કી જ છે. ત્રીજું નામ નંદકિશોર યાદવ છે, જે સાતમી વખત પટણા સાહિબમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. ગત સરકારમાં તે માર્ગ નિર્માણ પ્રધાન હતાં. નંદકિશોર યાદવ ભાજપમાં એક કદાવર નેતાના સ્વરૂપમાં જાણીતા છે.

Leave a Reply

Your email address will not be published.