//

આ બંને ભારતીય પ્લેયર લંકા પ્રીમિયર લીગમાં જોવા મળશે

Mohali, INDIA: Indian cricketer Munaf Patel (C), shares a joke with Irfan Pathan (L) as Santhakumaran Sreesanth (R), looks on during the practice session of Indian team at The Punjab Cricket Association stadium in Mohali, 08 March 2006. The second test match between India and England start on 9th March 2006 at Mohali. AFP PHOTO/Manpreet ROMANA (Photo credit should read MANPREET ROMANA/AFP via Getty Images)

વર્ષ 2011માં ICC વિશ્વ કપ જીતનારી ભારતીય ટીમના સભ્ય રહી ચૂકેલા મુનાફ પટેલ 26 નવેમ્બરથી શરૂ થનારી લંકા પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. મુનાફનો કેન્જી ટસ્કર્સ ક્લબ સાથે કરાર થયો છે. ભારતનો અન્ય એક ઇન્ટરનેશનલ ખેલાડી ઇરફાન પઠાણ અને વેસ્ટઇન્ડીઝના સલામી બેટ્સમેન ક્રિસ ગેલ પણ રમતા જોવા મળશે.

ઉલ્લેખનિય છે કે મુનાફ પટેલે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે. મુનાફે ભારત માટે 13 ટેસ્ટ, 70 વનડે અને 3 T-20I મેચ રમી છે. તે દરમિયાન મુનાફે ટેસ્ટમાં 35, વનડેમાં 86 અને T-20માં 4 વિકેટ મેળવી છે.

ત્રણ અઠવાડિયા સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 5 ટીમ ભાગ લઇ રહી છે. ટી-20 ફોર્મેટની આ ટુર્નામેન્ટ હમ્બાનટોટામાં રમાશે અને જેની છેલ્લી મેચ 16 ડિસેમ્બરના રોજ રમાશે.

Leave a Reply

Your email address will not be published.