રાજકોટ ઉપલેટાના ખારચીયા ગામે બે યુવકો નદીના પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે.ત્યારે ખારચીયા ગામે વેણું નદીમાં ગઈકાલના રોજ ન્હાવા પડેલ નારણભાઈ પરમાર નામનો યુવક ડૂબી જતાં તેમના મૃતદેહને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી.જેમાં આજે યુવકના મૃતદેહની શોધખોળ કરી રહેલ તેમના જ ગામનો સુરેશભાઈ વાઘેલા નામનો યુવક પણ ડૂબી જવા પામ્યો હતો.
બંને યુવકો ડૂબી જતાં નાના એવા ખારચીયા ગામમાં અરેરાટી વ્યાપી જવાની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. તો બીજી તરફ આ બનાવની જાણ અધિકારી,પદાધીકારીને થતાં ધારાસભ્ય લલિત વસોયા,ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ મામલદાર,ટીડીઓ સહિતનો સ્ટાફ ઘટનાં સ્થળે દોડી ગયો હતો.તેમજ ગોંડલ રાજકોટના તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી જેમાં નારણભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો .જ્યારે બચાવવા ગયેલ બીજા યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી.જેમાં NDRF ની ટીમને પણ બોલાવવા આવી હોવાની વિગતો જાણવા મળી છે.