//

ચેપ ફેલાવનાર ઉમંગ પટેલના પરિવારના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા

રાજ્યમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ગાંધીનગરથી રાહત સાથે કોરોનાના પોઝિટિવ કેસના સમાચાર પણ સામે આવ્યા છે. દુબઈથી ગાંધીનગર આવેલા 26 વર્ષીય ઉમંગ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારજનો માણસા ખાતે આવેલી તેમની પોતાની હોટલમાં કોરન્ટાઈન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે દુબઈથી ગાંધીનગર પરત ફરેલા ઉમંગ પટેલની બેદરકારીના કારણે ચેપ ફેલાયો હતો જેમાં તેના વૃદ્ધ દાદી અને પત્નિ સંક્રમિત થયા હતા. ત્યારે હોટલમાં કેરન્ટાઈન થયેલા ઉમંગના મમ્મી અને ભાઈનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે રાખવામાં આવેલા ઉમંગ પટેલના 80 વર્ષીય દાદી અને 26 વર્ષીય પત્નિ સારવાર બાદ સાજા થયા હોવાથી તેમેને રજા આપવામાં આવી છે. ગાંધીનગરનાં ઉમંગ પટેલ અન્ય પરિવારજનોના સંપર્કમાં આવતા ગાંધીનગર સે-23માં રહેતા ફુઆ અને ફોઈનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.