
ગોંડલમાં પોરબંદરના સાંસદનું ઘર કોરોના વાયરસની તકેદારીને લઈને કોરોનટાઇન કરવામાં આવ્યું છે..મહત્વનું છે કે સંસદના પુત્ર ડો. નૈમિશ રમેશભાઈ ધડુક વિદેશથી પરત ફર્યા હોવાથી આરોગ્ય વિભાગે સાંસદના ઘરને કોરોનટાઇન હેઠળ જાહેર કર્યું છે. તેમજ ઘરની બહાર પુત્રના નામનું કોરોનટાઇનનું બોર્ડ પણ લગાડવામાં આવ્યું હતું..તો ગોંડલ સાંસદ પરિવારના ત્રણ સભ્યો સહિત 59 વ્યક્તિઓને કોરોનટાઇન કરાયા હતા..આપને જણાવી દઈએ કે કોરોનાના કહેર સામે આરોગ્ય તંત્ર પણ તન તોડ મહેનત કરી રહ્યું છે..પોરબંદર સાંસદના બંન્ને પુત્ર ડો.નૈમિશ ધડુક અને તેના ભાઈ સાવન ધડુક તેમજ તેના બનેવી સ્વિટઝરલેન્ડના પ્રવાસથી પરત ફર્યા હતા જેના જાણ આરોગ્ય વિભાગને થતા અર્બન હેલ્થ સેન્ટરના ડોકટર દ્વારા સાંસદના બંગ્લે કોરોનટાઇનનું સ્ટીકર લગાવી લોકોને જાગૃત કરાયા છે..આ સાથે શહેરના 59 વ્યક્તિઓ વિદેશનો પ્રવાસ કરીને આવ્યા હોય તેઓને કોરોનટાઇન વીશે માહિતી આપી ઘરની અંદર રહેવા અપીલ કરી હતી.