////

બિહારમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે રેલી

બિહારમાં વિધાનસભાના પ્રચાર પ્રસાર જોરોશોરોથી ચાલી રહ્યાં છે. પક્ષો પોત પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી રહી છે. તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારમાં બે રેલી યોજશે.

વિધાનસભાના પ્રચારને લઇ તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારમાં બે રેલી યોજશે. જેમાં પ્રથમ રેલી પશ્ચિમી ચંપારણ અને બીજી દરભંગામાં યોજશે. તેમાં દરભંગાની રાહુલ ગાંધીની રેલી વડાપ્રધાન મોદીની રેલીના સાડા ત્રણ કલાક બાદ યોજાશે.

મહત્વનું છે કે બિહાર વિધાનસભાની 71 બેઠક પર આજરોજ મતદાન થઇ રહ્યું છે. જેમાં 955 પુરૂષ અને 114 મહિલા એમ મળી કુલ 1066 ઉમેદવારો મેદાને છે. જેનું ભાવિ આજરોજ EVMમાં કેદ થશે. ત્યારબાદ બીજા ફેઝનું મતદાન 3 નવેમ્બરે અને ત્રીજા ફેઝનું મતદાન 7 નવેમ્બરે યોજાશે. જેના પરિણામો 10 નવેમ્બરના રોજ આવશે.

Leave a Reply

Your email address will not be published.