///

દેશની રાજધાની દિલ્હીમાંથી બે આતંકવાદીઓ ઝડપાયા

દેશની રાજધાનીને હચમચાવી નાખવાના ષડયંત્રને દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે નિષ્ફળ બનાવી દીધું છે. સ્પેશિયલ સેલે બે આતંકીઓને ઝડપી લીધે છે. આ બંને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની સાથે જોડાયેલા છે અને જમ્મૂ કાશ્મીરના રહેવાસી છે. તેમની પાસેથી 10 જીવિત કારતૂસ તેમજ સાથે 2 સેમી ઓટોમેટિક પિસ્તોલ પણ મળી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસે આ બંને આતંકીઓ વિશે માહિતી મેળવી લીધી હતી. આ પછી તેમને પકડવાના પ્રયત્ન માટેની કવાયત શરૂ કરાઈ હતી. સોમવારે રાતે 10.15 મિનિટે જૈશ એ મોહમ્મદના આ બંને આતંકીઓને સરાય કાલે ખાંના મિલેનિયમ પાર્કની પાસે ઘરમાં પકડવામાં આવ્યા હતા. આ આતંકીઓ પાસેથી હથિયાર મળ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બંને આતંકવાદી દિલ્હીમાં એક મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. પોલીસ તરફથી મળતી માહિતીના આધારે તેઓ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની કોશિશમાં હતા. ધરપકડ કરાયેલા આંતંકીઓની ઓળખ જમ્મૂ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરના રહેવાસી અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હટ મુલ્લા ગામના રહેનારા અશરફ ખાતાના આધારે થઈ છે.

Leave a Reply

Your email address will not be published.