////

જામનગર : શ્વાન આડુ ઉતરતા કાર પલટી મારી ગઇ, બે યુવકના મોત

જામનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગર હાઈવે નજીક કાર પલટી ખાઈ જતા બે યુવકના મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તેમજ 108 સ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, જામનગર હાઈવે પરથી એક કાર પસાર થઈ રહી હતી. આ કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા. હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન જામનગર નજીક આવેલા પડાણા પાટીયા પાસે કારને અકસ્માત નડ્યો હતો. હાઈવે પર અચાનક કાર સામે શ્વાન આડુ ઉતરી આવ્યું હતું. તે દરમિયાન શ્વાનને બચાવવા જતા ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે હાઈવે પર કાર પલટી મારી ગઈ હતી.

કાર પલટી મારી જતાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી બે યુવકના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જો કે, કાર પલટી મારી જતા આસપાસના રહેતા સ્થાનિક સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતા પોલીસ અને 108 ઘટના સ્થળ પર દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને આ કારમાં સવાર પાંચ વ્યક્તિ ક્યાંના છે અને ક્યાં જઈ રહ્યા હતા તે સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.