/

UAE આપશે આ તમામ ડીગ્રી ધારકોને 10 વર્ષના ગોલ્ડન વિઝા

સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા રવિવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, PHD ડિગ્રીધારકો, તબીબો, ઇજનેરો અને યુનિવર્સિટીઓના કેટલાક સ્નાતકો સહિત વધુ વ્યાવસાયિકોને 10 વર્ષના ગોલ્ડન વિઝા આપવાની મંજૂરી આપી છે. આ નિર્ણયને UAEના પ્રધાનમંડળની મંજૂરી મળી ચૂકી છે.

UAE દ્વારા પ્રતિભાશાળી લોકોને અખાતી દેશમાં સ્થાયી થવા માટે તેમજ રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરવા માટે ગોલ્ડન વિઝા આપવામાં આવે છે. UAEના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમ દ્વારા આ અંગે ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી હતી.

શેખ મોહમ્મદે ટ્વિટ કરી કહ્યું કે, ‘અમે PHDની તમામ ડિગ્રીધારકો, દરેક તબીબ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, પ્રોગ્રામિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને બાયોટેકનોલોજી, UAE દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી જેનો GPA (ગ્રેડ પોઇન્ટ એગ્રીકેટ) 3.8 અથવા તેનાથી વધુ હોય તેવા સ્નાતક તમામને ગોલ્ડન વિઝા આપવાની મંજૂરી આપી છે.

Leave a Reply

Your email address will not be published.