//

વિશ્વ વિક્રમ પેહલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ટ્રસ્ટીઓનો જૂથવાદ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણવદેવી સર્કલના જાસપુર પાસે વિશ્વમાં સૌથી ઉંચા મા ઉમિયા મંદિરનો આવતી કાલે શિલાન્યસ કાર્યકમ યોજાવવાનો છે. જેને લઇને આજે અભિવાદન કાર્યકમ યોજાયો હતો. એકબાજુ મા ઉમિયાનું મંદીર વિશ્વ રેકોર્ડ સર્જવા જઇ રહી છે. જેમાં ૪૩૧ ફૂટના વિશ્વ સૌથી ઉંચા મંદીરનો વિશ્વ રેકોર્ડ બનવાનો છે. બીજી તરફ મંદીરનાં જ મોટા ટ્રસ્ટીઓ અને આગેવાનોમાં બે ફાંટા પડયા હોવાનું જોવા મળી રહ્યુ છે.

મા ઉમિયા મંદીરનાં મુખ્ય દાતા સી.કે પટેલ કે જેમણે ૨૬ કરોડ રૃપિયા દાનમાં આપ્યા હતા તેજ મા ઉમિયા મંદીરનાં આજે અભિવાદન કાર્યકમમાં ગેરહાજર રહ્યા હતાં. મા ઉમિયા મદીરનાં મુખ્ય સંયોજક સી.કે પટેલને તેમના પદ્દેથી ડટાવીને આર.પી પટેલને મુખ્ય પ્રમુખ બનાવ્યા હતાં. જેને લઇને સી.કે પટેલમાં નારાજગી જોવા મળી હતી.

મા ઉમિયાનાં અન્ય સંયોજક ભાજપના ધારાસભ્ય બાપુ જમના, સ્થાપર ટ્રસ્ટી રમેશ દુધવાળા તેમજ વાસુદેવ પટેલ અભિવાદનનાં કાર્યકમમાં ગેરહાજર રહ્યા હતો. જેને લઇને સ્પષ્ટ થઇ રહ્યુ છે કે ટ્રસ્ટીઓ મોટાભા બનવાની લ્હાયમાં અંદર-અંદર કંકાસ ચાલી રહ્યો છે. જેને લઇને ટ્રસ્ટીઓની ગેરહાજરી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.