/

અભૂતપૂર્વ નિર્ણય : કોરોનાને લઇ વિદેશથી આવનાર લોકોને આ ગ્રામ પંચાયત જીવન જરૂરિયાતની વસ્તુઓ મફત આપશે

કોરોના વાયરસને અનુલક્ષીને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જેમાં વિદેશ થઈ આવતા જો કોઈ મુસાફરોમાં કોરોનાના લક્ષણો હોય તો અને બીજા લોકો પણ સંકમિત ના થાય તેના માટે વિદેશથી આવેલા મુસાફરોને ફરજીયાત 14 દિવસ સુધી કોરોનટાઇન કરવામાં આવશે. જેમાં કોરોના વાયરસના સંક્રમણના પગલે હોમ કોરોનટાઇનમાં રહેનારા લોકો માટે અમદાવાદની શેલા ગ્રામ પંચાયતએ નવી પહેલ કરી છે. જેમાં શેલા ગ્રામના વિસ્તારમાં વિદેશથી એક પરિવાર આવ્યો છે. જેથી રાજ્ય સરકારે લીધેલા નિર્ણય મુજબ પરિવારને 14 દિવસ કોરોનટાઇનમાં રાખવામાં આવશે.જેથી ગ્રામપંચાયતે આ પરિવારની પડખે આવીને કોરોનટાઇન કરેલા પરિવારને કોઈ તકલીફ ના પડે તે માટે શેલા ગ્રામ પંચાયત તરફથી મફત દૂધ, શાક અને દવા, અનાજ મફતમાં પૂરું પાડવામાં આવશે. શેલા ગ્રામ પંચાયતની આ પહેલને ગ્રામવાસીઓ ખૂબ બિરદાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.