///

કેન્દ્રિય કેબિનેટે દેશભરમાં PM Wi-fiને આપી મંજૂરી

કૃષિ કાયદા પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ બેઠક યોજાઇ હતી. ત્યારબાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને સંતોષ ગંગવારે કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી હતી.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના જણાવ્યાં અનુસાર સરકાર દેશમાં 1 કરોડ ડેટા સેન્ટર ખોલશે. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ ઇન્ટરફેસ નામ આપ્યું છે, જેના દ્રારા દેશમાં વાઇ-ફાઇ ક્રાંતિ લઇ આવવામાં આવશે.

તેના હેઠળ સરકાર પબ્લિક ડેટા ઓફિસ (PDO) ખોલશે, તેના માટે કોઇ લાઇસન્સની જરૂર નહી પડે. કોઇપણ ઉપલબ્ધ દુકાનને ડેટા ઓફિસમાં બદલી શકાશે. સરકાર દ્વારા ડેટા ઓફિસ, ડેટા એગ્રિગેટર, એપ સિસ્ટમ માટે 7 દિવસમાં સેન્ટર ખોલવાની પરવાનગી આપવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે લક્ષદ્વીપના દ્વીપોમાં પણ ફાઇબર કનેક્ટિવિટીને જોડવામાં આવશે. કોચ્ચિથી લક્ષદ્વીપના 11 દ્વીપોમાં 1000 દિવસમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારેએ જણાવ્યું કે દેશમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લાગૂ કરવામાં આવશે. જેના હેઠળ કુલ 2020-30 સુધી 22 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 58.8 લાખ કર્મચારીઓને ફાયદો મળશે. માર્ચ 2020થી આગામી વર્ષ સુધી જે લોકો નોકરી પર લાગેલા છે, તેમના EPF અંશદાન સરકાર તરફથી આપવામાં આવશે. જે કંપનીમાં 1000થી વધુ કર્મચારી છે તેમના 24 ટકા EPF અંશદાન સરકાર આપશે.

સંતોષ ગંગવારના જણાવ્યાં અનુસાર જ્યારે મોદી સરકાર સત્તામાં આવી હતી. ત્યારે ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં 6 કરોડ રોજગાર હતાં. જે હવે વધીને 10 કરોડ રોજગાર મળી ચૂક્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે અરૂણાચલ પ્રદેશ, અસમના બે જિલ્લામાં USOF યોજનાને મંજૂરી આપી છે. કેબિનેટ બ્રીફિંગ દરમિયાન જ્યારે પ્રધાનો સાથે ખેડૂત આંદોલન અને કૃષિ કાયદામાં ફેરફાર અંગેની વાત કરવામાં આવી ત્યારે સરકાર ખેડૂતો સાથે વાત કરી સમાધાન કાઢી રહી છે તેવો ઉત્તર મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.