////

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને જણાવ્યું ક્યારે મળશે વેક્સીન, કેન્દ્રએ રાજ્યોને ટ્રેનિંગ આપવાની શરૂ કરી

કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે 2021ની શરુઆતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થવાની આશા છે. તે માટે કેન્દ્ર સરકારે તમામ તૈયારીઓ કરતા રાજ્ય સરકારોને ગાઈડલાઈન પ્રદાન કરવાની સાથે ટ્રેનિંગ આપવાનું કાર્ય શરુ કરી દીધું છે. જેથી યોગ્ય સમયે રસી આપીને કોરોનાને હરાવી શકાય.

રોહતકના પીજીઆઈએમએસ, હરિયાણા સરકારના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિઝ તથા કુલપતિ ડૉ. ઓપી કાલરાના નેતૃત્વમાં કાર્ય કરી રહી છે. તેનું પરિણામ એ છે કે તે સંસ્થાના ન્યૂ ઓટી કમ આઈસીયૂ કોમ્પ્લેક્ષનું ઉદ્ધાટન કરી રહ્યા છે. આ એક ખાનગી હોસ્પિટલ જેટલી સુવિધાઓથી સજ્જ હશે.

કેન્દ્રીય પ્રધાને ગઇકાલે ગુરુવારે તેનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને નાક અને મોં ને ઢાંકવા અને લોકોને કોરોનાની ગાઈડલાઈનને અનુસરવા અપીલ કરી હતી.

નોંધનીય છે કે હરિયાણામાં કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ આજે શુક્રવારે શરૂ થશે. આ પરીક્ષણમાં હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વીજ આજે કોરોના વેક્સીનનો ડોઝ અપાશે. આ તકે સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વીજએ પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હરિયાણાના સ્વાસ્થ્ય પ્રધાન ટ્રાયલ માટે વોલેન્ટિયર બન્યા છે અને તેમને આજે શુક્રવારે અંબાલાની એક હોસ્પિટલમાં ડૉક્ટર્સની નજર હેઠળ કોવેક્સીનની વેક્સીન અપાશે.

Leave a Reply

Your email address will not be published.