////

ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કર્યા બાદ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે રોડ શો યોજ્યો

GHMCની ચૂંટણીને લઇને ભાજપ પણ પ્રચાર પ્રસારમાં એડીચોટીનું ઝોર લગાવી રહી છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પ્રવાસ બાદ આજે રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હૈદરાબાદના પ્રવાસે છે. તેઓએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સિકંદરાબાદના વરસીગુડામાં રોડ શો કર્યો હતો. આ અગાઉ તેમણે હૈદરાબાદના પ્રસિદ્ધ ભાગ્યલક્ષ્મી મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી.

હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના અનેક નેતાઓ હૈદરાબાદની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે અમિત શાહ પણ આજે રવિવારે આવી પહોંચ્યા હતાં. તેઓએ રોડ શો પહેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી.

મળતી માહિતી મુજબ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ દેશના મોટા નગર નિગમોમાંથી એક છે. આ નગર નિગમ ચાર જિલ્લાઓને કવર કરે છે. જેમાં હૈદરાબાદ, રંગારેડ્ડી, મેડચલ-મલકજગિરી અને સંગારેડ્ડી આવે છે. આ સમગ્ર વિસ્તારમાં વિધાનસભાની 24 બેઠકો અને લોકસભાની 5 બેઠકો આવે છે. ગત નગર નિગમ ચૂંટણીમાં ભાજપના ફાળે ફક્ત 4 બેઠકો આવી હતી. જ્યારે TRSને 99 અને AIMIMને 44 બેઠકો મળી હતી. ભાજપ આ નગર નિગમ પર કબ્જો જમાવીને ઓવૈસી ભાઈઓની રાજનીતિ પર પ્રહાર કરવાની સાથે તેલંગણામાં પણ પોતાનો આધાર વધારવાની રણનીતિ પર ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.