///

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિવંગત BJP નેતા મદન ઘોરાઈના પરિવારજનોને મળ્યાં

હાલમા કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે. આગામી વર્ષમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારે આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સ્થાનિક નેતાઓ સાથે મળીને આગામી ચૂંટણીને લઇને રણનીતિ તૈયાર કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં ભાજપ કાર્યકરોમાં આ મુલાકાતને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમિત શાહ કોલકતા પહોંચ્યા બાદ સૌ પ્રથમ પૂર્વ મિદનાપુરના પટાસપુરના ભાજપ બૂથ ઉપાધ્યક્ષ મદન ઘોરાઇના પરિવારજનોને સાથે મુલાકાત કરી. આ અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જાતે જ ટ્વિટ કરી આપી છે. જેમાં કેટલાંક ફોટો પણ શેર કર્યા છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, કોલકતામાં આપણા શહીદ બૂથ ઉપાધ્યક્ષ મદન ઘોરાઇના પરિવાર સાથે મુલાકાત કરી. હું તેમના બહાદુર પરિવારને નમન કરુ છું. પશ્ચિમ બંગાળમાં અત્યાચાર અને અન્યાય સામેની લડાઇ લડતા જેમણે પોતાનું બલિદાન આપ્યું છે. ભાજપ હંમેશા તેમના કાર્યકર્તાઓનું ઋણી રહેશે.

આ અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારે રાતથી બે દિવસીય મુલાકાત પર કોલકાતા પહોંચ્યા હતા. જ્યાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રિય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકલ રાયે તેમનું સ્વાગત કર્યું. અમિત શાહે આજે BSFના હેલિકોપ્ટરથી બાંકુરા જશે.

આપને જણાવી દઈએ કે, પૂર્વ મિદાનપુરના પટાસપુરના ભાજપ બૂથ ઉપાધ્યક્ષ મદન ઘોરાઇની કથિત રીતે પોલીસ કસ્ટડીમાં મોતને લઇને સીબીઆઇ તપાસની માંગણીને લઇને પ્રદેશ ભાજપનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published.