કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છના રણોત્સવમાં હાજરી આપશે. 12 નવેમ્બરે ધોરડો ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ આવી રહ્યા છે.
અમિત શાહ 11 નવેમ્બરના રોજ રાત્રી રોકાણ ધોરડો ખાતે કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન ખાસ હેલિકોપ્ટરથી કચ્છ ખાતે આવશે અને ધોરડોના તંબુમાં રાત્રી રોકાણ કરશે.
અમિત શાહની મુલાકાતના પગલે કચ્છમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 12મી નવેમ્બરના સવારથી જ કેન્દ્રીય ગૃહપ્રધાન સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજનાના સ્ટોલની મુલાકાત લેશે, જ્યાં કેટલીક યોજનાઓને ખુલ્લી મુકશે. સવારે 11થી 2 દરમિયાન કચ્છ, બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજશે.
અમિત શાહ સરહદી ગામોના વિકાસ માટે મળતા નાણાનો કઇ રીતે ઉપયોગ કરે છે તેનો અભિપ્રાય સરપંચો પાસેથી લેશે. પોતાના સંબોધનમાં BADPની યોજના ભવિષ્યમાં કેવી રીતે વિસ્તારી શકાય અને સાચા અર્થમાં નાણાનો ઉપયોગ થાય એ બાબતે સમજ આપશે. બાદમાં સરહદી સુરક્ષા દળના અધિકારીઓ સાથે બેઠક કરશે.