////

પશ્ચિમ બંગાળ: અમિત શાહે મમતા બેનરજી પર કર્યા આકરા પ્રહારો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે. ત્યારે બંગાળમાં અમિત શાહના પ્રવાસને પગલે TMCમાં તોડફોડ જોવા મળી રહી છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના સુવેન્દુ અધિકારી સહિત કેટલાક ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. મિદનાપુર રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા છે, તેમની સાથે કેટલાક TMCના ધારાસભ્ય પણ ભાજપમાં સામેલ થયા છે.

ત્યારે અમિત શાહે મમતા બેનરજી પર પ્રહાર કરતા કહ્યું કે, દીદી કહે છે ભારતીય જનતા પાર્ટી દળ બદલ કરાવે છે. હું તમને યાદ કરાવવા આવ્યો છું તમારી મૂળ પાર્ટી કઇ છે, જ્યારે તમે કોંગ્રેસ છોડીને તૃણમૂલ બનાવી ત્યારે દલ બદલ નહતી. સુવેન્દુ તમારી પાર્ટી છોડીને મોદી સાથે આવી રહ્યા છે. દીદી આ તો શરૂઆત છે ચૂંટણી આવતા આવતા તમે એકલા પડી જશો.

અમિત શાહે વધુમાં કહ્યું કે, આટલા બધા લોકો કેમ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. એક વ્યક્તિ જ્યારે પાર્ટી બદલે છે ત્યારે ઘણુ સમજીને બદલે છે. તમે શું કર્યુ, મા-માટી અને માનુસના નારાને તોડી નાખ્યો. કરોડો યુવાઓનું ભવિષ્ય તમને નથી દેખાતુ, તમારી નજરમાં પોતાનો ભત્રીજો જ છે. બંગાળમાં કેમ વિકાસ નથી થઇ રહ્યો, બંગાળના ખેડૂતોને મોદીજી 6 હજાર રૂપિયા મોકલી રહ્યા છે. દેશના 10 કરોડ ખેડૂતોને 95 હજાર કરોડ મળી ગયા. બંગાળના ખેડૂતોને ફૂટી કોડી નથી મળી.

મમતા બેનરજી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, આ મમતા દીદી છે ત્યાર સુધી બંગાળના ગરીબોને આયુષ્યમાન ભારત યોજનાનો ફાયદો ના મળ્યો. બંગાળના ખેડૂતને 6 હજાર રૂપિયા મોદી સરકાર મોકલી રહ્યા છે તે મળવા જોઇએ કે ના મળવા જોઇએ. ખેડૂત ભાઇઓ જ્યા સુધી તમે તૃણમૂલ કોંગ્રેસને ઉખાડીને નથી ફેકતા, 6 હજાર રૂપિયા નહી મળે. બંગાળના ગરીબોને મોદીજી જે મોકલે છે તે નથી મળતા. દીદી કાન ખોલીને સાંભળી લો, જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવે તો પરિણામ જોઇ લેજો આ વખતે 200થી વધુ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.

Leave a Reply

Your email address will not be published.