/

કેન્દ્રીય ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળના પ્રવાસે, કહ્યું-મમતા બેનર્જીની સરકારના પતનની…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અમિત શાહ પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ, કૈલાશ વિજયવર્ગીય અને અન્ય ભાજપના નેતાઓ સાથે દક્ષિણેશ્વર દર્શનાર્થે ગયા હતાં.

ઉલ્લેખનિય છે કે ગુરુવારે અમિત શાહે કહ્યું હતુ કે, મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ સરકારના પતનની શરૂઆત થઈ ચૂકી છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 સીટમાંથી ભાજપ 200 સીટ જીતીને રાજ્યમાં સરકાર બનાવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ સરકારના પતનની શરૂઆત થઈ ચૂકી છે. આ તકે અમિત શાહે લોકોનું આહ્વાન કરીને ‘સોનાર બાંગ્લા’ના સપનાને પૂરું કરવામાં ભાજપની સરકાર બનાવવાનો મોકો આપે તેવી અપીલ કરી હતી.

ક્રાંતિકારી બીરસા મુંડાની પ્રતિમા પર માળા અર્પણ કર્યા બાદ અમિત શાહે મીડિયા સાથે વાતચીત કરી હતી, દરમિયાન કેન્દ્રિય પ્રધાને કહ્યું કે, કાલ રાતથી હું પશ્ચિમ બંગાળમાં છું અને મમતા બેનર્જી સામે લોકોનો રોષ હું જોઈ શકુ છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર બનાવીને અહીં પરિવર્તન આવશે તેવો મને વિશ્વાસ છે.

Leave a Reply

Your email address will not be published.