///

કેન્દ્રીય ગૃહપ્રધાનના ગુપકાર ગેંગ પર આકરા પ્રહાર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ગુપકાર ગેંગ તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. જેમાં અમિત શાહે કહ્યું કે, ગુપકાર ગેંગ ગ્લોબલ થઈ રહી છે, સાથે જ તે ત્રિરંગાનું પણ અપમાન કરે છે. આ સાથે જ અમિત શાહે સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું સોનિયા ગાંધી પણ તેમનું સમર્થન કરે છે? એ સ્પષ્ટ છે કે દેશવિરોધી રાજનીતિને કોંગ્રેસનો સાથ મળી રહ્યો છે.

અમિત શાહે ગુપકાર ગેંગ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ગુપકાર ગેંગ કાશ્મીરમાં આતંક યુગ પાછો લાવવા માંગે છે. જો ગુપકાર ગેંગ દેશના મૂડ સાથે ન આવે તો જનતા તેમને ડુબોડી દેશે. ગુપકાર ગેંગ એ વિદેશી તાકાતોનો કાશ્મીરમાં હસ્તક્ષેપ ઈચ્છે છે.

તો વધુમાં અમિત શાહે જણાવ્યું કે, મહેબૂબા-ફારુકના નિવેદનો દેશવિરોધી છે. તેઓની પાકિસ્તાન સાથે સમજૂતી છે, તો તેઓને ચીનથી મદદ પણ મળી રહી છે. તો ગુપકાર ગેંગનું લક્ષ્ય કલમ 370ને ફરીથી લાગુ કરવાનું છે.

આપને જણાવી દઈએ કે, પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર ભડકાઉ નિવેદન આપીને પોતાને રાજકીય સ્તરે ચમકાવવાના પ્રયત્ન કર્યા છે. મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર કાશ્મીરીઓને બહાર કાઢીને અન્ય રાજ્યોના લોકોને પ્રદેશમાં વસાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ મહેબૂબાએ સરકારને ખતરનાક અંજામ ભોગવવાની પણ ચેતવણી આપી છે.

Leave a Reply

Your email address will not be published.