ગો કોરોના ગોનું સૂત્ર આપનાર કેન્દ્રીયપ્રધાન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે કોરોનાગ્રસ્ત થયા છે. આજે રામદાસ અઠાવલેની ઓફિસ દ્વારા તેમના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ આપવામાં આવી છે. હાલમાં તેમને બોમ્બે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીયપ્રધાન રામદાસ અઠાવલેએ માર્ચ માસમાં કોરોના વાયરસની જાગૃતતા અર્થે કામ કરી રહેલા એક ગ્રુપની સાથે જાગૃતતા અભિયાનમાં જોડાયા હતા. જેમાં તેમણે ગો કોરોના.. ગો કોરોના નારો લગાવીને કોરોના વાયરસને ભારતમાંથી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો.