/////

આવતીકાલે કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા સભાઓ ગજવશે

રાજ્યમાં પેટા ચૂંટણીનું બ્યુંગલ ફુકાઇ ચુક્યુ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. આ વચ્ચે આવતીકાલે પણ ભાજપ પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણીના પ્રચાર માટે મેદાને ઉતારશે.

આઠ વિધાનસભા બેઠકોની આગામી પેટાચૂંટણી અન્વયે ભાજપાના ટોંચના નેતાઓ અને સ્ટાર પ્રચારકો ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેના સંદર્ભે આવતીકાલે 24 ઓકટોબરના રોજ કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલા લીંબડી વિધાનસભા અને મનસુખ માંડવીયા મોરબી વિધાનસભા અંતર્ગત રેલી યોજી અને ચૂંટણી સભાઓ સંબોધશે.

કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલા આવતીકાલે શનિવારે લીંબડી વિધાનસભા બેઠકના ભાજપાના ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં સવારે 10 કલાકે નીલકંઠ વિદ્યાલય, લીંબડી ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે 3 કલાકે બોરાણા ગામ ખાતે જિલ્લા પંચાયતના સંમેલનને અને 4 કલાકે ચૂડા ખાતે દલવાડી સમાજની વાડીમાં જાહેર સભાને સંબોધશે.

જ્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા મોરબી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં તેમની ઉપસ્થિતીમાં સવારે ૯:૩૦ કલાકે શનાળા ગામથી લોકસંપર્કની શરૂઆત કરશે.

Leave a Reply

Your email address will not be published.