////

કોંગ્રેસના સમયમાં સરપંચોને ઉપાધિના ઘર તરીકે ઓળખવામાં આવતા હતા: રૂપાલા

આવતીકાલે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનો લીંબડી વિધાનસભા અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાઈ ગયો હતો.

આ ચૂંટણી પ્રવાસમાં રૂપાલાએ લીંબડી વિધાનસભા સીટના ભાજપાના ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં નીલકંઠ વિદ્યાલય, લીંબડી ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ સાથેની બેઠક, બોરાણા ગામ ખાતે જિલ્લા પંચાયતના સંમેલનને અને ચૂડા ખાતે દલવાડી સમાજની વાડીમાં યોજાયેલ જાહેર સભાને સંબોધી હતી. આ પ્રસંગે લીંબડી વિધાનસભા સીટના પ્રદેશ ઇન્ચાર્જઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, જિલ્લા -તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ /મહામંત્રીઓ નગરપાલિકાના સદસ્યો, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ભાજપા સંગઠનના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં સરપંચોને ઉપાધિના ઘર તરીકે ઓળખવામાં આવતા હતા. જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં નાનામાં નાની વસ્તુ જે ગામડાની સાથે સંકળાયેલી હોય તે માટેની સહાય કોઈપણ વચેટિયા વિના સરપંચોને આપવામાં આવે છે. એટલે કે સરપંચ સરકારની અનેકવિધ યોજનાઓને આગળ ધપાવવાનો સારથિ બન્યો છે કોંગ્રેસના વખતમાં પંચાયતના ખાતે જો કંઈ લેવા જતા તો કોઈ ઉધાર પણ આપતું નહીં આજે એ જ પંચાયતના સરપંચો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની આ મજબૂત સરકારમાં ઊભા થઈને એવું બોલી શકે છે કે અમારા ગામમાં અમારી પંચાયતમાં લાખો રૂપિયા આ નરેન્દ્રની સરકારે મોકલ્યા છે. નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી બન્યા પછી આ કેન્દ્ર સરકારે સરપંચને પૈસા તો આપ્યા તેમજ તે પૈસાનો ગામના વિકાસ માટે ઉપયોગ કરી શકે તેવા અધિકારો પણ આપ્યા છે.

કોંગ્રેસીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો અને તેમની નીતિઓનો વિરોધ કરે છે. કેમ કે આ જ નરેન્દ્રભાઈ મોદીએ વચેટિયાઓ અને ખેડૂતોને લૂંટતા લોકોને વચ્ચેથી નાબૂદ કરી ભ્રષ્ટાચારના તમામ રસ્તા બંધ કરાવી દીધા છે. કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારો દ્વારા સરપંચોને અને ગ્રામ પંચાયતોને લાખો રૂપિયા ગામના વિકાસ માટે સીધા મળી રહ્યા છે. રૂપાલાએ અંતમાં લીંબડી વિસ્તારને વિકાસ પથ પર વધુ આગળ ધપાવવા ભાજપા ઉમેદવાર કિરીટ સિંહ રાણા ને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.