////

પેટાચૂંટણી: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને પુરુષોત્તમ રૂપાલા સભાઓ ગજવશે

રાજ્યમાં 8 વિધાનસભાની પેટાચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે બંને પક્ષો હાલમાં એડીચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે.

વિધાનસભાની પેટાચૂંટણીને લઇને બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ કોરોના કાળ વચ્ચે પણ સભાઓને સંબોધન કરી રહ્યાં છે. જેમાં આજે શુક્રવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની મોરબી, લીંબડી, ગઢડા અને કરજણ બેઠક પર ચૂંટણી સભાઓ ગજવશે. જ્યારે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ધારી વિધાનસભા અંતર્ગત બગસરા, ધારી, મોટા સમઢિયાળા અને ચલાલાનો ચૂંટણીપ્રવાસ કરશે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની 8 બેઠકમાંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી અંગેની જાહેરાત કરી હતી. જેના પગલે આગામી 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે અને જેની મતગણતરી 10 નવેમ્બરના રોજ થશે.

Leave a Reply

Your email address will not be published.