////

કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની થયા કોરોનાગ્રસ્ત, ટ્વિટ કરી આપી માહિતી

કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત થયા છે. આ જાણકારી તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરીને આપી છે. તેમણે લખ્યું છે કે, ‘કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા માટે આ સાથે સંકળાયેલા શબ્દોને શોધવું મારા માટે થોડું મુશ્કેલ છે, જોકે, હું તેને સરળ રાખવા માંગું છું – હું કોરોના સંક્રમિત થઈ છું અને એ તમામ લોકો જે મારા સંપર્કમાં રહ્યા છે તેમને કહેવાનું કે, તેઓ તેમનો કોરોના ટેસ્ટ શક્ય તેટલી વહેલી તકે કરાવે’

આપને જણાવી દઈએ કે તાજેતરમાં સ્મૃતિ ઈરાની વિધાનસભાની પેટાચૂંટણીને લઈ ગુજરાતના પ્રવાસે હતા. જેમાં તેમણે મોરબી ખાતે એક સભા સંબોધી હતી. બિહારમાં પણ ભાજપના સ્ટાર પ્રચારક હોવાથી તેમણે ગોપાલગંજમાં ચૂંટણી બેઠક યોજી હતી. આ પહેલા પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published.