///

એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ આ તારીખથી 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય

મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલું એશિયાનું સૌથી મોટુ માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઊંઝા APMC દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, માર્ચ એન્ડિંગમાં વેપારીઓ પોતાના હિસાબો ક્લીયર કરી શકે તે માટે આગામી 25 માર્ચથી 1 એપ્રિલ 2021 એમ કુલ 8 દિવસ માટે માર્કેટ યાર્ડને બંધ રાખવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ 8 દિવસ માટે માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પગલે લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જો કે માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ રાખવાના નિર્ણયને કોરોનાના કેસ સાથે કોઈ લેવા-દેવા નથી.

ઊંઝા વેપારી એસોસિએશન તરફથી કરવામાં આવેલી માર્ચ એન્ડિંગના હિસાબો કરવાની રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ઊંઝાના માર્કેટ યાર્ડમાં બે હજાર કરતાં પણ વધારે દુકાનો આવેલી છે. જેમાં અનેક લોકો કામ કરી રહ્યાં છે. આ સિવાય માર્કેટ યાર્ડમાં ખેડૂતોની પણ મોટી સંખ્યામાં ભીડ જામતી હોય છે. ત્યારે એવામાં 8 દિવસ માર્કેટ યાર્ડ બંધ રહેવાના કારણે લોકોમાં કોરોના સંક્રમણનો ખતરો ઘટી જશે.

Leave a Reply

Your email address will not be published.