//

અસુરક્ષિત ગુજરાત : સાણંદમાં આરટીઓની ટિમ પર હુમલો

અમદાવાદની સાણંદ ચોકડી પર આરટીઓ ઇન્સપેક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઇન્સપેક્ટર સહિત 3 અધિકારીઓને ગંભીર ઇજા પહોંચી છે. બનાવની જાણ થતાં અમદાવાદ આરટીઓ લીબાસીયા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઇન્સપેક્ટરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

આરટીઓ ઇન્સપેક્ટર સાણંદ ચોકડી પાસે ગજરાત અને ગુજરાત બહારથી આવતા ટ્રાન્સપોર્ટનું ચેકીંગ કરતા હતા. આ દરમિયાન ઓવર લોડ અથવા તો વાહનના દસ્તાવેજ ન હોય તેવા ટ્રાન્સપોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ચેકીંગ દરમિયાન એક ટ્રાન્સપોર્ટ સાથે રકઝક થઈ હતી. આ રકઝક દરમિયાન એક શખ્સ દ્વારા આરટીઓ ઇન્સપેક્ટર ઉપર હુમલો કર્યો. હતો. ઇન્સપેક્ટર ચૌધરી,ઇન્સપેક્ટર રોહિત અને ઇન્સપેક્ટર ઝાલા ઉપર માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા તિક્ષણ હથિયાર વડે હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ ઇન્સપેક્ટરને ગંભીર ઇજા પહોંચી છે.

ટ્રાન્સપોર્ટ દ્વારા કરવામાં આવતી ચોરીને લઈ આરટીઓ ઇન્સપેક્ટર દ્વારા હાઇવે પર 24 કલાક ચેકીંગ કરવામાં આવતું હોય છે. પરંતુ કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી .આજે પણ ચેકીંગ દરમિયાન હુમલો થયો ત્યારે સ્વબચાવ માટે આરટીઓ ઇન્સપેક્ટર પાસે કોઈ સુવિધા ન હતી.

મહત્વપૂર્ણ છે કે આવી ઘટના વારંવાર બની રહી છે તેમ છતાં ઇન્સપેક્ટરોને કોઈ સુરક્ષા આપવામાં આવતી નથી. આ પહેલા સનાથલ ટોલનાકા ખાતે આરટીઓ અધિકારી ઉપર પણ હૂમલો કરવામાં આવ્યો હતો. છોટા ઉદેપૂર ખાતે બે અધિકારીઓ સામે માથાભારે શખ્સો દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો પરંતુ માથાભારે શખ્સો સામે નક્કર પગલાં ભરતા નથી. જેના કારણે ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલો થવાની ઘટના વારંવાર બની રહી છે.

Leave a Reply

Your email address will not be published.