///

ચૂંટણી યોજાઇ ત્યાં સુધી પાલિકા-નગરપાલિકાઓની તમામ કામગીરી અધિકારીઓ સંભાળશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જે પણ નગર પાલિકાઓની મુદત પુર્ણ થઇ રહી હોય તેવી 51 પાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાઇ ત્યાં સુધી જે તે નગર પાલિકાઓનાં વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરને તેમની વડા તરીકેની રોજબરોજની કામગીરી સંભાળવા માટેનો આદેશ આપ્યો છે.

રાજ્યની 6 નગરપાલિકાઓમાં આગામી સમયમાં ચૂંટણીઓ યોજાઇ ત્યાં સુધી મહાનગરપાલિકાઓના વડા તરીકે મ્યુનિસિપલ કમિશ્નરોને રોજબરોજની કામગીરી વહન કરવા માટેના આદેશો કર્યા છે.

6 મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી પુર્ણ થાય અને નવી ચૂંટાયેલી પાંખ મળે ત્યાં સુધી કમિશ્નરોએ જ રોજબરોજની કામગીરીઓનું વહન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં હાલમાં ચૂંટણી યોજાઇ શકે તેમ નહી હોવાના કારણે આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

નગરમાં રોજબરોજના નાગરિકોની સુખાકારી કામો તથા વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. રાજ્યની 51 નગરપાલિકામાં ચીફ ઓફીસરને આ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં ‘અ’ વર્ગની 16, ‘બ’ વર્ગની 23 અને ‘ક’ વર્ગની 51 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.