
પાટીદાર અનામત આંદોલન સમિતિ વખતે અનામત મુદ્દે આંદોલનો થયા હતા જેમાં પાટીદાર સમાજના યુવાનો અને કાર્યકરો પર પોલીસે ખોટા કેશો કરીને પાસના કાર્યકરોને જેલમાં ધકેલી દીધા હતા બાદમાં સરકાર સાથેની વાટાઘાટમાં સરકારે ખાતરી આપી હતી કે નજીક ન દિવસોમાં પાસના કાર્યકરો સામેના કેસો પરત ખેંચી લેવામાં આવશે પરંતુ આજદિન સુધી પાસના કાર્યકરો પરના કેસો પરત નહિ ખેંચાતા આજે રાજ્યવ્યાપી પાટીદાર અનામત આંદોલન સમિતિન કન્વિનયરોએ તાલુકા અને જિલ્લા મથકો પર સ્થાનિક અધિકારીઓને આવેદનો આપી રજૂઆત કરી હતી કે કેસો પરત ખેંચીલો જેને લઇને આજે રાજકોટ જિલ્લા ન ઉપલેટા અને ધોરાજી ભાયાવદર તાલુકામાં પણ પાસના 10 થી 15 ગામના કાર્યકરોએ આવેદન પત્રો આપી રજુઆત કરી હતી અને કેસો પાછા ખેંચવાની વાત કરી હતી.