/

ઉપલેટા ચોરીમાં ચોર નીકળ્યો જુગારી કર્જ ચૂકવવા 5.32 લાખની કરી હતી ચોરી પોલીસે ઉકેલ્યો ભેદ

રાજકોટ  જીલ્લાના  ઉપલેટામાં થોડા સમય પહેલા ઉપલેટાનાં ટોલીયા રોડ પર આવેલ લક્ષમી પાર્ક સામે આવેલ આરિફ બુધવાણીનાં રહેણાંક મકાનમાંથી કબાટમાંથી રોકડ રકમ સોનાનાં દાગીના તથા વિદેશી કરન્સીની કુલ મુદ્દામાલ 5.32.800 રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં ઉપલેટા પોલીસને મોટી સફળતા મળી છે જેમાં એક આરોપી મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ ઉપલેટનાં ડોક્ટર ટોલીયા રોડ પર આવેલ લક્ષમી પાર્ક સામે આવેલ આરિફ બુધવાણીનાં રહેણાંક મકાનને ટારગેટ બનાવીને મકાનનાં રાત્રે કબાટમાંથી રોકડ રકમ સોનાનાં દાગીના અને વિદેશી કરન્સીની  ચોરી કરીને નાશી છુટેલ આરોપી હરી જલા કરમુર આહિરની પોલીસે પકડી પાડીને ચોરી થયેલ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

તારીખ 13 ડીસેમ્બર 2019નાં રોજ થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી અને આરોપી એવો હરી જલા કરમુર આહિર પોતે જુગારમાં મોટી રકમ હારી જતાં પોતાનું દેણુ ચુકવવા માટે આ ચોરીને અંજામ આપ્યો હતો અને આ પહેલી ચોરી કરતાં જ પોલીસની ઝપટમાં આવી ગયો હતો પોલીસનાં જણાવ્યાં અનુસાર આ આરોપીનો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો નથીં આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.