////

ઉર્મિલા માર્તોડકર કોંગ્રેસ છોડી હવે આ પાર્ટીમાં જોડાશે

કોંગ્રેસથી પોતાની રાજનીતિ શરૂ કરેલી ઉર્મિલા માર્તોંડકરને નિષ્ફળતા મળી છે. જેના પગલે ઉર્મિલા કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાવવા જઈ રહી છે.

ઉર્મિલા આવતીકાલે મંગળવારે સત્તાવાર રીતે શિવસેનામાં જોડાશે. તેણે 2019માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારબાદ તેણે પાર્ટી છોડી દીધી હતી. આ તકે ઉદ્ધવ ઠાકર સરકારના કેબિનેટ પ્રધાન સંજય રાઉતે જણાવ્યું હતું કે ઉર્મિલા માર્તોંડકર આવતીકાલે શિવસેનામાં જોડાશે. પાર્ટી ઉર્મિલાને વિધાન પરિષદમાં મોકલવાની તૈયારીમાં છે.

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને સરકાર તરફથી મોકલવામાં આવેલા 12 નામોની સૂચિમાં ઉર્મિલાનું પણ નામ સામેલ છે. આ ઉપરાંત આ કોટોના માટે સરકારે 11 અન્ય નામો પણ મોકલ્યા છે. જો કે રાજ્યપાલે હજુ આ 12 નામોને મંજૂરી આપી નથી.

ઉલ્લેખનિય છે કે ઉર્મિલાએ હાલમાં જ મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર સાથે કરવા બદલ અભિનેત્રી કંગના રનૌતની ટીકા કરી હતી. ત્યારબાદથી એવું માનવામાં આવી રહ્યું હતું કે તે શિવસેનામાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે વિધાન પરિષદની સીટો છેલ્લા 6 મહિનાથી ખાલી છે. રાજ્યપાલ કોટાની વિધાન પરિષદ સીટો પર ખેલ, કળા, વિજ્ઞાન, શિક્ષણ, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાંથી આવતા વિદ્વાનોને નોમિનેટ કરવામાં આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.