///

US Election: જોર્જિયામાં ફરી મતની થશે ગણતરી

અમેરિકામાં ચાલી રહેલી મતની ગણતરી વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં જોર્જિયામાં ફરી મતની ગણતરી થશે. અહી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને લીડ મેળવી હતી. જોર્જિયાના સચિવ બ્રૈડ રૈફેંસપર્ગરે કહ્યુ કે, જેમ જેમ અમે મતગણતરીના અંતિમ સમયમાં પહોચી રહ્યા છીએ, અમે પોતાના આગળના પગલા તરફ જોવાનું શરૂ કરી શકીએ છીએ. જોર્જિયામાં રિકાઉન્ટ થશે.

ડોનાલ્ડ ટ્રમ્પના મુકાબલે જો બાઈડેન 270 ઇલેક્ટોરલ વોટના આંકડાની નજીક છે. બીજી તરફ ટ્રમ્પ માટે પેન્સિલવેનિયા, જોર્જિયા, નોર્થ કેરોલિના, એરિજોનામાં જીત મેળવવી જરૂરી છે જે ઘણી મુશ્કેલ લાગી રહી છે. આ વચ્ચે ટ્રમ્પની ટીમે કેટલાક રાજ્યમાં કેસની તૈયારી કરી લીધી છે. ટ્રમ્પની ટીમે છ રાજ્યમાં કેસ દાખલ કર્યો છે. ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવતા સૌથી નવો કેસ નેવાડામાં દાખલ કરાવવામાં આવ્યો છે. ટ્રમ્પ મિશિગન અને જોર્જિયામાં પહેલા જ કેસ હારી ચુક્યા છે.

આ ચૂંટણી અભિયાનમાં ડેમોક્રેટે જોર્જિયા પર વધુ ફોકસ કર્યુ નહતું. જો બાઈડેને તો ચૂંટણીના એક અઠવાડિયા પહેલા સુધી રાજ્યનો પ્રવાસ પણ કર્યો નહતો પરંતુ તે અહી તેમ છતા આગળ ચાલી રહ્યા હતા. આ રાજ્યમાં કુલ 16 ઇલેક્ટોરલ વોટ છે.

આ ઉપરાંત જો બાઈડેને પેન્સિલવેનિયામાં ભારે લીડ લઇ લીધી છે. કારણ કે માત્ર પેન્સિલવેનિયામાં જીતથી ડેમોક્રેટિક કેન્ડિડેટ જો બાઈડેન વ્હાઇટ હાઉસ પહોચી શકે છે. જો તે પેન્સિલવેનિયા નથી જીતતા તો કોઇ બે સ્ટેટ જીતવાથી તેમનું કામ થઇ જશે. તો બીજી તરફ રિપલ્બિકન કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પે ચારેય રાજ્ય જીતવા પડશે.

Leave a Reply

Your email address will not be published.