////

US Election Result: રાત પડી જવાના પગલે મતગણતરી અટકાવાઈ, જુઓ ક્યારે ફરી શરૂ થશે

આજે વિશ્વના સૌથી જૂના લોકતંત્ર તેમજ સૌથી પાવરફૂલ પદની ચૂંટણી પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. અમેરિકામાં આજે 45માં રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે મતદાન થયું છે. ત્યારે કોરોનાના કારણે દસ કરોડ લોકો પહેલેથી જ મત આપી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ જો ફરીથી જીતશે તો સતત બે વાર તાજપોશીવાળા ચોથા રાષ્ટ્રપતિ બનશે. વર્ષ 1992માં ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટનના જીત્યા બાદથી આ પરંપરા જોવા મળી રહી છે. પરંતુ જો ટ્રમ્પ હારશે તો જ્યોજ બુશ સિનિયર બાદ બીજા રાષ્ટ્રપતિ હશે જેમને વ્હાઈટ હાઉસમાં જવાની ફરીથી તક નહીં મળે.

ચૂંટણીની વાત કરીએ તો હાલ જે પરિણામો આવી રહ્યા છે, તે જોતા ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનનું પલડું ભારે લાગી રહ્યું છે. તો અમેરિકી મીડિયાના જણાવ્યાં મુજબ જો બાઈડેનને 238 ઈલેક્ટોરલ મત મળ્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે.

હાલમાં અમેરિકામાં રાત પડી જવાના કારણે મતગણતરી અટકાવી દેવામાં આવી છે. મળેલી છેલ્લી માહિતી મુજબ બાઈડેનને 238 ઈલેક્ટોરલ મત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે. અમેરિકામાં ચાર જગ્યાએ મતગણતરી અટકાવવામાં આવી. જેમાં પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, મિશિગન, અને વિસ્કોન્સિનમાં મતગણતરી અટકાવવામાં આવી છે. મોડી રાત થવાના કારણે મતગણતરી અટકાવવામાં આવી છે. ત્યારે હવે 5 કલાક બાદ ફરી મતગણતરી શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાઈડેનને 238 અને ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે. જો બાઈડેનને એક મહત્વપૂર્ણ જીત એરિઝોનામાં મળી છે. એરિઝોનાના 11 ઈલેક્ટોરલ મત બાઈડનને મળતા તેમની લીડ વધી છે. તો બીજી બાજુ પરિણામો પહેલા જ ટ્રમ્પે જાહેરાત કરીને કહ્યું કે, ચૂંટણીમાં થયેલી ગેરરીતિ વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે.

Leave a Reply

Your email address will not be published.