////

US Election Result : અડધાથી વધુ મતદારોની પસંદ બની કમલા હેરિસ

અમેરિકામાં અડધાથી વધુ 51% મતદાતાનું માનવુ છે કે, ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને દેશના ઉપરાષ્ટ્રપતિ બનવું જોઈએ. એક સર્વેમાં સામે આવ્યું કે, હેરિસની ઉમેદવારીનો વિરોધ 43 ટકા લોકોએ કર્યો છે. જોકે હેરિસને બે તૃતીયાંશ આફ્રિકી-અમેરિકીઓ અને લેટિન વોટરોનું સમર્થન મળ્યું છે. જ્યારે હેરિસને માત્ર અડધાથી ઓછા વાઇટ અને એશિયન વોટરોનું સમર્થન મળ્યું છે.

જો હેરિસ ચૂંટાય તો તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર બેસનારા પ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ હશે. તો ચૂંટણીના દિવસે સીનેટર હેરિસ મિશિગનના ડિટ્રોઇટમાં ગ્રેટર ગ્રેસ ટેમ્પલ પોલિંગ સ્ટેશન પર અચાલક પહોંચ્યા. આ વિસ્તાર મુખ્યત્વે અશ્વેત વોટરોનો છે. તેમણે અહીં આવીને લોકોને લાઇનમાં ઉભા રહી બેલેટથી મત આપવા માટે આભાર માન્યો હતો.

સાથે જ હેરિસે કહ્યું, લોકોએ લાઇનમાં ઉભા રહીને મતદાન કરવા માટે પ્રેરિત કરો, આ વધુ હોઈ શકે પરંતુ જ્યારે આપણે આ વિશે વિચારીએ કે, આપણે શું ઈચ્છીએ છીએ, આપણા બાળકો, પરિવાર, સમાજ, આગામી પેઢી માટે આગામી ચાર વર્ષમાં શું ઈચ્છીએ છીએ. જે આપણને તેના બદલામાં મળવાનું છે, તેની તુલનામાં આ ઠીક નથી.

તેમણે વધુમાં કહ્યુ, મિશિગને 2016ની ચૂંટણીનો નિર્ણય મિશિગનની દરેક પ્રીસિન્ક્ટના એવરેજ બે મતના આધારે થયો હતો. તો બીજીતરફ હેરિસના અંકલ જી બાલાચંદ્રને કહ્યુ કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતે તો અમેરિકાને ભગવાન બચાવી શકશે. અમેરિકા હજુ જટિલ સ્થિતિમાં છે.

Leave a Reply

Your email address will not be published.