////

US Election Result: અમેરિકામાં ટ્રમ્પ કે બાઈડેનની સરકાર?

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાંક રાજ્યોમાં મતદાન બંધ થઇ ગયું છે અને મતગણતરીની શરુઆત પણ થઇ ગઇ છે. હવે એ જોવાનું રહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડેનમાંથી કોણ રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેનું પરિણામ પણ સામે આવી જ રહ્યું છે. ત્યારે ફક્ત અમેરિકા જ નહીં પરંતુ દુનિયાભરની નજર અમેરિકાની આ ચૂંટણીના પરિણામ પર રહેલી છે.

જે રાજ્યોમાં મતદાન પુરુ થઇ ગયું છે, ત્યાંથી પ્રાથમિક વલણ સામે આવી રહ્યાં છે. આ રાજ્યોમાં ઇલેકટોરેલ વોટ મુજબ બાઈડેનને અત્યાર સુધીમાં 85 મત મળ્યાં છે, જ્યારે ટ્રમ્પને 61 મત મળ્યાં છે. બહુમતિ માટે કુલ 270 મતની જરુરિયાત હોય છે. જો કે હાલમાં આ પ્રાથમિક વલણ છે અને કેટલાક રાજ્યોમાંથી હજુ પ્રાથમિક વલણ આવવાનું બાકી છે, જ્યાં ઇલેકટોરેલ વોટની સંખ્યા પણ ઘણી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અરકંસાસ સહિત ટેનેસી, વેસ્ટ વર્જિનિયા, ઓક્લાહોમા, કેંટકી અને ઇન્ડિયાનામાં જીત મેળવી છે. તો અમેરિકન ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડેને મૈસાચુસેટ્સ, ન્યૂ જર્સી, મેરીલેંડ અને વર્મોટ સિવાય ન્યૂયોર્કમાં જીત મેળવી છે.

Leave a Reply

Your email address will not be published.