////

હવે આ રાજ્યએ પણ લોકડાઉન લંબાવ્યું, 31 મે સુધી રહેશે કડક પ્રતિબંધો

ઉત્તર પ્રદેશમાં એકવાર ફરી કોરોના કરર્ફ્યૂની સમયમર્યાદાને આગળ વધારી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે શનિવારે નવો આદેશ જારી કરતા 31 મેની સવારે સાત કલાક સુધી આંશિક કોરોના કરર્ફ્યૂ જારી રાખવાની જાહેરાત કરી છે.

નિવેદનમાં કહ્યું છે કે- ઉત્તર પ્રદેશ સરકાર લોકોના જીવન અને આજીવિકાને સુરક્ષિત રાખવા માટે સંકલ્પિત છે. આ ભાવનાની સાથે અમે કોવિડની બીજી લહેરમાં આંશિક કોરોના કરર્ફ્યૂની નીતિ અપનાવી છે. અમને પ્રદેશવ્યાપી આંશિક કોરોના કરર્ફ્યૂના સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે. સંક્રમણની ચેન તોડવામાં તેનાથી સહાયતા મળી રહી છે, પરંતુ હજુ પ્રતિબંધો યથાવત રાખવાની જરૂર છે. તેથી અમે 31 મેએ સવારે સાત કલાક સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન વેક્સિનેશન, ઇન્ડસ્ટ્રિયલ ગતિવિધિઓ અને મેડિકલ સંબંધિ જરૂરી સેવાઓ યથાવત રહેશે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 6046 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 17,540 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પ્રદેશમાં આ સમયે રિકવરી રેટ 93.2 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે પોઝિટિવિટી રેટ પણ ઘટીને 1.97 ટકા પર આવી ગયો છે. કોરોના ગ્રાફમાં આવેલા આ મોટા ફેરફારને આંશિક કોરોના કરર્ફ્યૂની અસર કહેવામાં આવે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, હજુ ખતરો ટળ્યો નથી.

Leave a Reply

Your email address will not be published.