ગિરનાર રોપ વેની ટિકિટને લઈને છેલ્લા એક અઠવાડિયાથી સતત વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે ઉતારા મંડળના પ્રમુખ દ્વારા પણ રોપ-વેના ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જે પ્રકારે રોપ વે કંપની દ્વારા ટિકિટોના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીએ ગિરનાર રોપ વેનું ઇ-લોકાર્પણ કર્યા બાદ તેને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ વચ્ચે ટિકિટના દરને લઇને લોકોમાં ઉહાપો જોવા મળી રહ્યોં છે.
ગિરનાર રોપ વે શરૂ થયાને પ્રથમ દિવસથી જ ટિકિટના દર મુશ્કેલી સર્જી રહ્યા છે. જે પ્રકારે રોપવે સંચાલિત ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટના દર 700 અને બાળકો માટે 500 એમ નક્કી કરવામાં આવ્યા હતાં, પરંતુ બે દિવસ બાદ તેમાં પણ ઘટાડો કરીને 500 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. આ ઘટાડો આગામી 15મી નવેમ્બર સુધી હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યો છે, તેવું કંપની દ્વારા દિલ્હીની હેડ ઓફિસ ખાતેથી ખુલાસો કરવામાં આવ્યો છે.
ટિકિટના ભાવને લઇ જૂનાગઢના ઉતારા મંડળના પ્રમુખે પણ વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાથે રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટના ભાવોમાં મોટો ઘટાડો કરવામાં આવે તેવી માગ કરી છે.