////

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત થયા કોરોના સંક્રમિત

દેશ સહિત રાજ્ય સરકારના અનેક પ્રધાનોને આ અગાવ પણ કોરોના થયો છે. ત્યારે આજે ઉત્તરાખંડના મુખ્યપ્રધાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની જાણકારી તેઓએ ટ્વિટ કરી આપી હતી. તેઓએ ટ્વિટ કરી લખ્યું કે મે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારુ સ્વાસ્થ્ય સારૂ છે અને સીમટમ્સ પણ નથી. ડોક્ટરની સલાહથી હું પોતે આઇસોલેટ થયો છું. મારી તમામને વિનંતી છે કે જે લોકો કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે આઇસોલેટ કરી અને તપાસ કરાવે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22,889 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 338 લોકોના મોત નિપજ્યા છે અને 31,087 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.

આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 99,79,447 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 95,20,827 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 3,13,831 કેસ એક્ટિવ છે.

Leave a Reply

Your email address will not be published.